2013 in review

The WordPress.com stats helper monkeys prepared a 2013 annual report for this blog.

Here’s an excerpt:

The concert hall at the Sydney Opera House holds 2,700 people. This blog was viewed about 17,000 times in 2013. If it were a concert at Sydney Opera House, it would take about 6 sold-out performances for that many people to see it.

Click here to see the complete report.

હોઠ: વ્યક્તિત્વની ઓળખાણ ( Beuty Tips )

ગુજરાતી: મુખ્ય ઘુમ્મટની ચારે તરફ ચાર નાની છતરી...

ગુજરાતી: મુખ્ય ઘુમ્મટની ચારે તરફ ચાર નાની છતરીઓ, બાહ્ય શોભાની સાથે સાથે આંતરિક પ્રકાશ ની વ્યવસ્થા પણ કરે છે. हिन्दी: मुख्य गुम्बद के चारों ओर चार छोटी छतरियां, बाह्य शोभा के साथ साथ आंतरिक प्रकश की व्यवस्था भी करतीं हैं. (Photo credit: Wikipedia)

જેવી રીતે આંખો વ્યક્તિના વ્યક્તિત્વનું પ્રતિબિંબ છે, તેવી રીતે હોઠ પણ કંઈ પણ કહ્યા વગર ઘણું બધું બોલી દે છે. ખરેખર, હોઠ તમારા પુરાયે વ્યક્તિત્વની જુબાની છે.

મોટા અને ફેલાયેલા હોઠ :

આવા વ્યક્તિ ચાલાક હોય છે. તેનામાં હંમેશા બનાવટી કે ઔપચારિક આદર, માન – સન્માનની અપેક્ષા તેમજ ફરિયાદ હોય છે. દેખાડો કે અહંકાર તેમની વાતોમાં જણાય છે.

જ્યાં – ત્યાં કરવું તથા કોની પાસેથી, કેવી રીતે રાઝ જાણી લેવો, એ આવડત તેનામાં ખૂબ હોય છે. ધનોપાર્જન કરવાની મુંજવણ તેમને ઘેરી વળેલી હોય છે. તેમની પહેરવા – ઓઢવાની રીતભાત સામાન્ય લોકો કરતા અલગ જ હોય છે.

નાના કે સંકોચાયેલા હોઠ :

આવા વ્યક્તિ અંતર્મુખી હોય છે. પોતાની અંગત તેમજ પ્રિય વસ્તુઓને બીજા કોઈ સાથે વહેંચવામાં તેમને આપત્તિ હોય છે. તેનામાં બદલાની ભાવના ભરેલી હોય છે.

નાની – નાની વાત પર રોવું, દુ:ખી થવું કે નારાજ થવું એ તેમની આદત હોય છે.

જીવનમાં અનિશ્ચિત પરિવર્તન તેના ઉત્થાન તેમજ પતનમાં સહાયક હોય છે.

મધ્યમ અને સાધારણ હોઠ :

આવા વ્યક્તિ ભાવુક ગુસ્સૈલ હોય છે. ખાવાના બહુ જ શોખીન હોય છે. આવા લોકો જીવનમાં ઉંચાઈઓ ઉપર પહોંચે તો છે, પરંતુ લાંબા સમય સુધી ટકી શકતા નથી કે ઇચ્છા હોવા છતાં સિદ્ધિઓના માધ્યમથી તેઓ બધું જ મેળવી શકતા નથી, જેની તેઓ ઈચ્છા રાખે છે.

મોટા હોઠ :

આવા વ્યક્તિ કલા તેમજ પ્રકૃતિ પ્રેમી હોય છે. તેઓ જનસંપર્કમાં આસાનીથી આવી જાય છે. નાની ઉંમરમાં અને થોડા સમયમાં અધિકની ચાહના તેમને પરિશ્રમી બનાવે છે.

બીજા કરતા કંઈક અલગ પોતાની આવડત પર કામ કરવાનું જુનુન તેમને સદા મજબૂત તેમજ ઊર્જાવાન બનાવી રાખે છે. તેઓ પોતે જ નક્કી નથી કરી શકતા કે ક્યારે શું જોઈએ છે.

આવા વ્યક્તિ પોતાની ભૂલ જલદી માનતા નથી. જેટલો જલદી તેમને ગુસ્સો આવે છે, તેટલો જ જલદી શાંત થઇ જાય છે.

અત્યધિક મોટા હોઠ :

આવા વ્યક્તિ આળસુ અને અલ્પ બુદ્ધિવાળા હોય છે. તેઓ વાત જલદી ભૂલી જાય છે. આત્મવિશ્વાસની ખામી કે માનસિક અસંતુલન તેમને સ્વતંત્ર રીતે જીવવામાં અવરોધ પહોંચાડે છે.

તેમનું જીવન કોઈપણ જાતના નિયમ, ઉદ્દેશ્ય કે યોજના વગર જ ચાલે છે. અસંભવ કાર્ય કરવાની શક્તિ ધરાવે છે.

પાતળા હોઠ :

આવા વ્યક્તિ ઓછા બોલા હોય છે. પોતાની ભૂલને કારણે તેઓ બીજાને મુશ્કેલીમાં નાખી દે છે. તેઓ પોતાને બધાથી સમજદાર કે પ્રામાણિક સમજે છે. દરેક વાતના મૂળ સુધી જવાની તેમની આદત હોય છે.

તેઓ બહુ વધારે ચંચળ તથા શરારતી હોય છે. તેમનો અવાજ બહુ જ મધુર હોય છે.

હોઠોના રંગ પરથી જાણો વ્યક્તિનો રાઝ :

ઉપર આપણે હોઠોના આકાર પરથી વ્યક્તિના વ્યક્તિત્વ વિષે માહિતી મેળવી, હવે હોઠોના રંગ પરથી વ્યક્તિના વ્યક્તિત્વને પારખો.

લાલ હોઠ :

લાલ હોઠ રાજયોગને દર્શાવે છે. આવા વ્યક્તિ પોતાની બુદ્ધિ તેમજ શક્તિનો પ્રયોગ ખુલીને કરી શકતા નથી.

ગુલાબી હોઠ :

ગુલાબી હોઠવાળી વ્યક્તિ પણ એશ્વર્યપૂર્ણ જીવનનું સુખ આપે છે. આવા વ્યક્તિ જિંદગીમાં ઊંચા સ્તર કે પદ પર પહોંચ્યા પછી પણ પોતાની વાસ્તવિકતાને ભૂલતા નથી.

સાધારણ કે સંમિશ્રિત રંગના હોઠ :

લાલ પણ નહિ ને ગુલાબી પણ નહિ તેવો મિશ્રિત રંગ હોવાનું કારણ આવી વ્યક્તિ જીવનમાં પણ મિશ્રિત સ્વભાવવાળી હોય છે.

સંબંધો તેમજ ઘર-પરિવારની જવાબદારીઓ તેમના કાર્યમાં કયારેક મુશ્કેલીઓ નાખે છે.

બીજાને ના કહેવામાં તેમને સંકોચ થાય છે.

કાળા રંગના હોઠ :

આવા વ્યક્તિ મંદ બુદ્ધિ કે મોટી બુદ્ધિવાળા હોય છે. ખોટું બોલવું, ચુગલી કરવી, તેમના વ્યવહાર અને ચરિત્રમાં શામેલ હોય છે.

તેમનો ખંત જ તેમનું ભાગ્ય બદલી શકે છે.

મેનિક્યોર (Manicure)

નેલની સંભાળ આજના સમયમાં ઘણી જ અગત્યની થઇ ગઈ છે. પોષણ, તંદુરસ્તી અને રોગ નેલના વધવા પર અસર કરે છે. નેલ આગળ અને ઉપર વધે છે. નેલ ઉનાળામાં વધારે ઝડપથી વધે છે. મેનિક્યોર દ્વારા નેલ અને હાથની માવજત કરી તેને સુંદર બનાવી શકાય છે.

મેનિક્યોર લેટીન શબ્દ છે, જેમાં ‘મેનિ’ એટલે હાથ અને ‘ક્યોર’ એટલે માવજત. હાથના દેખાવને સારી સ્થિતિમાં રાખવા માટે મેનિક્યોર કરવામાં આવે છે. મેનિક્યોમાં આવતા મસાજ હાથના કાંડાને ફ્લેક્સિબલ અને ડેલિકેટ બનાવે છે. તથા હાથની સ્કીનને રીંકલ પડવાથી બચાવે છે. હાથ અને આંગળાના બ્લડ સર્ક્યુલેશન વધારે છે. મેનિક્યોર વા, સાયનસ, શરદી અને ઉધરસમાં રાહત આપે છે. તે આરામદાયક હોવાથી તેનાથી ચિંતા અને ટેન્શન પણ દૂર થાય છે.

મેનિક્યોરમાં વપરાતાં સાધનો :-

 • નેલકટર
 • નેલફાઈલર
 • ક્યુટિકલ રિમૂવર, પુશર
 • અન્ડરનીથ રિમૂવર
 • ડસ્ટ રિમૂવર
 • શાર્પ ડસ્ટ રિમૂવર
 • ક્યુટિકલ નાઈફ
 • કોટન (રૂ)
 • શેમ્પૂ, સ્ક્રબ
 • નોર્મલ હોટ વોટર
 • નેલપોલિશ રિમૂવર
 • મસાજ ક્રીમ અથવા બોડિ લોશન
 • સોફટ હેન્ડબ્રશ
 • લેમન, સોલ્ટ, હનિ
 • નેપકિન
 • હાઈડ્રોજન પેરોક્સાઈડ
 • કલિંગ ફિલ્મ પેપર
 • ફિંગરબાઉલ
 • મેનિક્યોર માસ્ક
 • કોટન ગ્લોવ્ઝ

મેનિક્યોરના મસાજના સ્ટેપ્સ :-

જનરલ સ્ટ્રોકમાં બંને હાથથી ઉપર તરફ મસાજ કરવો.
બંને હાથથી કલોકવાઈઝ - એન્ટિકલોકવાઈઝ મસાજ કરવો.
આંગળીઓ પર કલોકવાઈઝ - એન્ટિકલોકવાઈઝ મસાજ કરવો.
પિંચિંગ મસાજ કરવો.
હથેળીની વચ્ચેથી આંગળી તરફ અંગૂઠાથી મસાજ કરવો.
રબિંગ કરવું.
આંગળીઓને હલકા હાથે વારાફરતી ખેંચવી.
મુઠ્ઠી વાળીને તેનાથી હથેળીમાં મસાજ કરવો.
કાંડા પર કલોકવાઈઝ - એન્ટિકલોકવાઈઝ મસાજ કરવો.
વાઈબ્રેશન કરવું.
ટેપિંગ મસાજ કરવો.
બંને હાથને બેંગલની જેમ ગોળ કરી મસાજ કરવો.
કોણી પર કલોકવાઈઝ - એન્ટિકલોકવાઈઝ મસાજ કરવો.
બધા જ નેલ્સ પર કલોકવાઈઝ - એન્ટિકલોકવાઈઝ મસાજ કરવો.

મેનિક્યોર કરવાની રીત :-

મેનિક્યોર કરતાં પહેલા નેલપોલિશ રિમૂવ કરીને જરૂર હોય તો નેલ્સ કાપી લેવા.
નેલ્સને ફાઈલ કરીને બફર કરવું.
નોર્મલ હોટ વોટરમાં મેનિક્યોરનું શેમ્પૂ, લેમન, હનિ અને હાઈડ્રોજન પેરોક્સાઈડના 4 થી 5 ટીપાં નાખીને 10 થી 15 મિનિટ હાથ બોળાવી રાખવા.
હલકા હાથે સ્ક્રબ મસાજ કરી એ જ વોટરમાં હાથ વોશ કરવા.
નેપકિનથી હાથ લૂછી નેલ્સ પર ક્લીનઝિંગ ક્રીમ લગાવી ફક્ત નેલ્સ ઉપર જ મસાજ કરવો.
ક્યુટિકલ પુશર વડે ક્યુટિકલ્સ (નેલ્સની બાજુની વધારાની સ્કિન) ને પાછળ ધકેલવી. ત્યારબાદ બાજુમાંથી ક્યુટિકલ સાફ કરવા.
અન્ડરનીથ રિમૂવરથી નેલ્સને અંદરથી સાફ કરવા. ડસ્ટ રિમૂવરથી નેલ્સને સાઈડમાં સાફ કરવા.
હાથ ઉપર મેનિક્યોરનો એ.એચ.એ. સ્કિન લાઈટનિંગ માસ્ક લગાવવો. તેના પર ક્લિંગ ફિલ્મ પેપર ટાઈપ રેપ કરીને કોટન ગ્લોવ્ઝ પહેરાવવા.
આ માસ્કને 10 મિનિટ રાખીને ગ્લોવ્ઝ અને પેપર કાઢી નાખવાં. પછી રબ કરીને મસાજ કરવો. કોલ્ડ વોટરમાં હાથ વોશ કરાવવા. મસાજથી ડેડ સ્કિન નીકળી જશે.
ત્યારબાદ હાથ પર ક્રીમ અથવા બોડિ લોશન લગાવી ઉપર જણાવ્યા પ્રમાણે મસાજના સ્ટેપ્સ લેવાં. મસાજ 5 થી 10 મિનિટ કરવો. પછી નેલ્સની અંદરથી ક્રીમ લૂછીને બેઝકોટ નેલપોલિશ કરવી.

ખામીઓને છુપાવો કરેક્ટીવ મેકઅપથી ( Beuty Tips )

 

એ સત્ય હકિકત છે કે સુંદરતા ફક્ત ઈચ્છા કરવાથી નથી મળતી. તે એક નૈસર્ગિક વરદાન અને કુદરતની દેન છે, છતાં પણ તેને આપણે સજાવીને યોગ્ય સંભાળથી નિખારી શકીએ છીએ. સુંદરતામાં વધારો કરવા માટે આદિકાળથી સ્ત્રીઓ વિવિધ પ્રકારના પ્રયોગો કરતી આવી છે, જેથી તેના સૌન્દર્યમાં કોઈ ખામી ન રહે. પોતાની ખામીઓને છુપાવવા માટે તેઓ કેટલીયે જાતના સૌન્દર્ય પ્રસાધનોનો ઉપયોગ કરતી રહે છે, પરંતુ કેટલીક વાર એવું થાય છે કે લાખ પ્રયત્નો કરવા છતાયે ચહેરાની ખામીઓને છુપાવવામાં તે નિષ્ફળ થઇ જાય છે, જેનું પરિણામ એવું આવે છે કે સૌન્દર્ય ઉભરીને આવતું નથી. જો તમે પણ એવું ઈચ્છતા હો કે તમારા ચહેરાની ખામીઓ કોઈની નજરમાં ન આવે તો જરૂરી છે કે તમે કરેક્ટીવ મેકઅપને જાણો.

કરેક્ટીવ મેકઅપ શું છે :-

કરેક્ટીવ મેકઅપ તેને કહેવાય છે, જેમાં ચહેરાના આકાર-પ્રકાર અને ખામીઓને મેકઅપ દ્વારા સુધારવામાં આવે છે.

મેકઅપ કેવી રીતે કરશો :-

કરેક્ટીવ મેકઅપ કરતી સમયે એ વાતનું ધ્યાન રાખો કે ત્વચાના રંગ અનુસાર બેસ કે ફાઉન્ડેશન લગાવો.
ચહેરા પર બેસ કે ફાઉન્ડેશન લગાવતી વખતે એ જરૂર જોઈ લો કે, તમારે ચહેરાના ક્યાં ભાગને છૂપાવવો છે, જે ભાગને છૂપાવવો હોય તે જગ્યાએ ફાઉન્ડેશન થોડું ગાઢ લગાવો અને જે ભાગને ઉપસાવવો હોય ત્યાં એક શેડ આછું ફાઉન્ડેશન લગાવો.

ગોળ ચહેરો બનાવો લાંબો :-

જો તમારો ચહેરો ગોળ છે અને તમે તેને લાંબો દેખાડવા ઉચ્છો છો તો સૌથી પહેલા તમારી ત્વચાના રંગ અનુસાર ફાઉન્ડેશન કે બેસ આખા ચહેરા પર લગાવો અને સ્પંજથી એકરૂપ કરો.
હવે તમારી ત્વચાથી ગાઢ રંગવાળું ફાઉન્ડેશન ગાલ અને ચહેરાના ખુલ્લા ભાગ પર લગાવો.
રૂઝને કોટનની મદદથી ચિકબોનની નીચે લગાવો અને ચહેરા પર તે જ પ્રમાણે નીચેની તરફ એકરૂપ લગાવો.
જો તમે આ રીતે રૂઝ લગાવશો તો તમારો ચહેરો લાંબો દેખાશે.

ચોરસ ચહેરાને બનાવો ગોળ :-

ચોરસ ચહેરાને ગોળ બનાવવા માટે ચિકબોનની નીચે ત્વચાથી ગાઢ રંગનું ફાઉન્ડેશન કાનથી હડપચી ચિબુક સુધી લગાવો.
પછી રૂઝ ને ચિકબોન પર લગાવતી સમયે નીચેની તરફ પણ લગાવો.

લાંબા ચહેરાને બનાવો પહોળો :-

વધારે લાંબો ચહેરો સારો નથી લાગતો, તેથી ચહેરા પર ત્વચાના રંગ અનુસાર ફાઉન્ડેશન માથા અને હડપચી ચિબુક પર લગાવો. રૂઝને ચહેરાના ઉપરના ભાગ પર ઉપયોગમાં લો.
એટલે કે રૂઝ ને કોટનની મદદથી ગાલના ઊંચા ભાગ પર તેમજ તેને ઉપરની તરફ અને બહારની તરફ લગાવો.

પહોળા નાકને બનાવો પાતળું :-

પહોળા નાકને થોડું પાતળું અને લાંબુ દેખાડવા માટે નાકની બંને તરફ ત્વચાના રંગથી ઘેરા રંગનું ફાઉન્ડેશન લગાવો અને માથાથી લઈને નાકની ટોચ સુધી હળવા રંગનું ફાઉન્ડેશન લગાવો.

પાતળા નાકને બનાવો પહોળું :-

પાતળા નાકને પહોળું દેખાડવા માટે નાકની ટોચ નીચે ત્વચાના રંગને અનુસાર એક શેડ ગાઢ ફાઉન્ડેશન લગાવો, પછી એકરૂપ કરી દો.

મોટા કાનને નાના બનાવો :-

જો આપના કાન ખૂબજ મોટા છે તો કાન પર થોડું ગાઢ ફાઉન્ડેશન લગાવો. મોટા કાન માટે કોશિશ કરો કે કાનમાં ક્લિપ ઈયરિંગ્સ પહેરો જેથી કાન નાના લાગે.

વધારે નાના કાનને મોટા બનાવો :-

જો કાન બહુ જ વધારે નાના છે તો ત્વચાના રંગને અનુસાર એક શેડ ગાઢ ફાઉન્ડેશન કાન પર લગાવો. અને થોડા મોટા ઈયરિંગ્સ કાનમાં પહેરો જેથી કાન થોડા મોટા દેખાશે.

નાની અને ભારે ગરદનને બનાવો પાતળી :-

નાની ગરદન બહુ જ ખરાબ દેખાય છે, કારણ કે આવી ગરદન દેખાવમાં એવી લાગે છે કે જાણે શરીરથી ચીપકી ગઈ હોય.
આવી ગરદનમાં ન તો તમે નેકલેસ પહેરી શકો છો અને ન તો તમે મોટા ગળાવાળું બ્લાઉઝ પહેરી શકો છો.
જો ગરદનને લાંબી દેખાડવી છે તો ચહેરા પર લગાવેલા ફાઉન્ડેશનની તુલનામાં એક શેડ ગાઢ ફાઉન્ડેશનનો પ્રયોગ કરો અને નેકલેસ પહેરો.

ડબલ દેખાતી દાઢીને બનાવો સિંગલ :-

દાઢીથી શરૂઆત કરીને ગરદન સુધી એક શેડ ગાઢ ફાઉન્ડેશનનો પ્રયોગ કરો, જેથી દાઢી ડબલ ના લાગે.

અણીદાર કે ઝૂકેલી હડપચી ચિબુકને બનાવો આકર્ષક :-

હડપચી ચિબુકની નીચે હળવું ફાઉન્ડેશન લગાવીને એકરૂપ કરો.
એક વાતનું ખાસ ધ્યાન રાખો કે આ હિસ્સામાં ચહેરાના શેષ ભાગ પર લગાવેલા પાઉડરની તુલનામાં હલાવો શેડ લગાવો.

મોટા હોઠને પાતળા બનાવો :-

મોટા હોઠને પાતળા દેખાડવા માટે હોઠની ચારેતરફ ફાઉન્ડેશન લગાવો. અને પછી નેચરલ લિપ-લાઈનરથી થોડા અંદરની તરફ લિપ પેન્સિલની મદદથી આઉટ લાઈન બનાવો અને આકાર આપો.
તેના પછી બ્રશની સહાયતાથી લિપસ્ટિક લગાવો.
હોઠ પાતળા દેખાડવા માટે મૈટ ફિનિશ લિપસ્ટિક લગાવો.

પાતળા હોઠને મોટા બનાવો :-

પાતળા હોઠને મોટા બનાવવા માટે નેચરલ લિપ લાઈનરથી થોડા બહારની તરફ હોઠના આકારને ધ્યાનમાં રાખીને આઉટ લાઈન બનાવો, રેખાઓને થોડો ગોળ આકાર આપો. અને પછી લિપસ્ટિક લગાવો.
પાતળા હોઠ માટે ગ્લોંસ ફિનિશની લિપસ્ટિક લગાવો.
વચ્ચે ગાઢ અને ખૂણા પર હળવો શેડ લગાવો.